ધાનેરા તાલુકાના હડતા ગામની સીમમાં યુવક યુવતી એ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

બે બહેનો સાથે મળી  ઘરે પોતાના પ્રેમી સાથે ભાગી  હતી: ધાનેરા તાલુકાના હડતા ગામ થી કુવારલા ગામ તરફ જતા કાચા માર્ગ નજીક આજે પ્રેમી પંખીડા એ ગળે ફાંસો લગાવી પોતાનુ જીવન ટૂંકાવ્યું છે. ધાનેરા તાલુકા મા બે દિવસ દરમિયાન બે આત્મહત્યા ના બનાવ સામે આવ્યા છે. ધાનેરા તાલુકાના હડતા ગામની સીમમાં આજે સવારે  યુવક યુવતી બન્ને જન ઝાડ ની ડાળીએ દોરડા વડે  ફાંસો ખાધેલી હાલતમાં મા મળી આવતા ચકચાર મચી ગઇ છે.

નાની ઉમરે યુવક યુવતી એ દુનિયા ને અલવિદા કહી છે. બનાવ ને લઈ ધાનેરા પોલીસ ને જાણ થતાં ધાનેરા પોલીસ એ બનાવ ની જગ્યા એ પહોંચી તપાસ હાથ ધરી છે. જેમાં સૌ પ્રથમ યુવક યુવતી ને ઝાડ ની ડાળ પર થી નીચે ઉતારી તેમની ઓળખ કરી હતી. જેમાં યુવક ધાનેરા તાલુકાના કુવારલા ગામ નો 20 વર્ષય અજમલભાઈ બાબુભાઈ ચૌહાણ (ઠાકોર) હોવાનું જાણવા મળ્યું હતું.

જ્યારે યુવતી 19 વર્ષ ની  જેઓ મૂળ રહેવાસી રાજસ્થાન રાજ્ય નાં  રાણીવાડા તાલુકાના લાછીવાડા ગામના હોવાનું જાણવા મળ્યું છે. અને છેલ્લા ત્રણ વર્ષ થી ધાનેરા તાલુકા ના જીવાણા ગામ ખાતે ભાગિયા તરીકે પરિવાર સાથે કામ ખેત મજૂરી કરતા હતા.

બીજી તરફ યુવતી ના પરિવાર જનો અને સઘા સબંધી ધાનેરા સરકારી દવાખાને આવી પહોંચ્યા છે. યુવતી ના પિતા સાથે એક નહિ પણ બે બનાવ બન્યા હોવાનો ની હકીકત મળી રહી છે. અનાંભાઈ ની બે પુત્રી ગત રાત્રિ એ ઘરે થી નીકળી છે. જેમાં એક પુત્રી નો મૃતદેહ હડતા ગામની સીમ માંથી મળી આવ્યો છે. જ્યારે અન્ય બીજી પુત્રી થરાદ નજીક ની કેનાલ મા પડી હોય આવી હકીકત સામે આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.