ડીસાના વાડીરોડ વિસ્તારમાં પાર્લર પરથી યુવકનું અપહરણ થતાં ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસામાં દિન પ્રતિદિન ગુનાખોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે તેમજ ગુનાખોરી કરતા શખ્સોમાં પોલીસનો ભય પણ ઓછો થઈ ગયો હોય તેમ ધોલે દિવસે પણ ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી રહ્યા છે ત્યારે આવીજ એક ઘટના ડીસામાં વાડીરોડ વિસ્તારમાં બનવા પામી છે. જેમાં વાડીરોડ વિસ્તારમાં સુમીત પાર્લર અને રવિના કરીયાણાની દુકાન ધરાવતા ભરતભાઈ ગણેશાજી જાટ રહે. રામપુરાવાળા પોતાની ગતરોજ પોતાની દુકાનમાં હાજર હતા ત્યારે બપોરના સમયે દિનેશભાઇ વાઘાજી સુથાર રહે. શેરપુરા અને મુકેશભાઈ અજાજી સુથાર રહે. શેરપુરા વાળા અને એક અજાણ્યો ઈસમ સફેદ કલરની અલ્ટો કારનં જીજે-૮-આર -૭૫૯૬ લઈને પાર્લર પર ધસી આવેલ અને ભરતભાઇ કંઈ પણ સમજે તે પહેલાં આ શખ્સોએભરતભાઈ જાટને આડા સંબંધનો વહેમ રાખીને ઉપાડી ગાડીમાં નાખીને તેનંુ અપહરણ કરી ગયા હતા. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જાેકે આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને થતા તેઓ ડીસા ઉત્તર પોલીસ મથકે દોડી આવ્યા હતા અને ભરતભાઇ જાટના સંબંધી પોકરજી ગણેશાજી જાટ રહે. રામપુરાવાળાએ આ મામલે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ડીસા ઉત્તર પોલીસે ઇપીકો કલમ ૩૬૫,૧૧૪ મુજબ નો ગુનો નોંધી આ સમગ્ર પ્રકરણની વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.