ડીસામાં મતદાતા ચેતના અભિયાન કેમ્પ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદાતા ચેતના અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજમાં આવતા 18 વર્ષથી વધુ વયના તમામ વિદ્યાર્થીઓની નોંધણી કરી મતદાન અંગે સમજણ આપી હતી.ડીસા સહિત સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદાતા ચેતના અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો 18 વર્ષથી ઉપરની વ્યક્તિઓના મતદાર યાદીમાં નામ નોંધાવવા માટેના ફોર્મ ભરશે અને લોકોને સમજાવશે સાથે જ મતદાન યાદીમાંથી નામ કમી કરાવવા, કોઈના સરનામાં બદલાવવા માટેના પણ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે ડીસા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કોલેજ આગળ મતદાતા ચેતના અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.


બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી કનુભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે મતદાતા ચેતના અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં કોલેજમાં આવતા અને 18 વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓના નામની નોંધણી કરાઈ હતી. તેમજ કોઈના નામ કમી કરાવવા કે સરનામાં બદલાવાવ માટે પણ કાર્યકારો ઘરે ઘરે જઈ કામગીરી કરી રહ્યા છે અને તમામ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહી મજબૂત બને તે માટે લોકોને સમજાવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.