બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માતૃશ્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી

બનાસકાંઠા
બનાસકાંઠા

અનાથ દીકરા- દીકરીઓ સાથે જન્મ દિવસ ઉજવ્યો: બનાસકાંઠા જિલ્લાના જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માતાશ્રી કમલા રાજના આજે જન્મ દિવસ નિમિત્તે જિલ્લા પોલીસ વડાએ સમાજને એક ઉદાહરણ પૂરું પડે તે હેતુથી અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરાઈ છે.

બનાસકાંઠા જિલ્લાના એસપી અક્ષયરાજ મકવાણાના માતૃશ્રી કમલા રાજના આજે 65 માં જન્મ દિવસ નિમિત્તે સમાજને એક નવું ઉદાહરણ પૂરું પડે તે હેતુથી જિલ્લા પોલીસ વડાના માતૃશ્રીના જન્મદિવસની ડીસા તાલુકાના ઝેરડા ગામના વાલ્મીકિ સમાજના ત્રણ અનાથ દિકરા દિકરીઓ સાથે કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી હતી સાથે જ તેમને  રાશન કીટ શિક્ષણ કિટ અને જરૂરિયાત ચીજ વસ્તુઓ આપીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. આજના સમયના લોકો પોતાના જન્મદિવસ નિમિત્તે ખોટા ખર્ચા કરી પોતાના જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ પોતાના માતાશ્રીના જન્મદિવસની ઉજવણી અનુભવી રીતે ઉજવણી કરી સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.