પાલનપુર-ડીસા હાઈવે પર મોટા ગામ નજીકથી બે માસના બાળકને ત્યજી દેવામાં આવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર ડીસા હાઇવે પાસે મોટા ગામ નજીક રાત્રિના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા બે માસના બાળકને તરછોડી મુકવાની ઘટના સામે આવી છે જેમાં ઝાડ નીચેથી બાળકનો અવાજ સંભળાતા સ્થાનિક લોકોએ 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં બે માસના બાળકને ત્યજી દેવામાં આવ્યું છે કોઈએ અજાણ્યા વ્યક્તિ દ્વારા એક બાળકને પાલનપુર ડીસા હાઈવે પર મોટા ગામની સીમ પાસે રાત્રિના સમયમા મૂકીને જતા રહ્યા હતા જોકે બાળકનો રડવાનો અવાજ સાંભળતા સ્થાનિક લોકો પહોંચ્યા હતા બે માસનું બાળક કપડામાં વિંટાળેલું જોઈ સ્થાનિકો ચોકી ઉઠ્યા હતા અને તત્કાલિક ગઢ પોલીસ અને 108ને જાણ કરી હતી ગઢ પોલીસ અને 108 તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે એમ્બ્યુલન્સમાં બાળકને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી માતા-પિતા અને સાર સંભાળ રાખનાર વ્યક્તિ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.