![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/ડીસા-ધાનેરા-હાઇવે-પર-કંસારી-01-હેડ.jpg)
ડીસા ધાનેરા હાઇવે પર કંસારી નજીક બે કલાક સુધી ટ્રાફિક જામ વાહનચાલકોની બેદરકારીના કારણે હજારો લોકો ફસાયા
(અહેવાલ : મહાવીર શાહ થેરવાડા)
ડીસા ધાનેરા હાઇવે પર કંસારી નજીક વાહન ચાલકોની બેદરકારી ના કારણે આડેધડ સામસામે વાહનો અટવાઈ જતા બે કલાકથી વધુ સુધી ટ્રાફિકજામ થયો હતો. જેમાં હજારો લોકો ફસાઈ જતા પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો.
ડીસા ધાનેરા હાઇવે પર કંસારી નજીક ટ્રાફિક જામ થયો હતો. હાલમાં બટાકાની સીઝન ચાલી રહી હોય હોવાથી હાઈવે પર કોલ્ડ સ્ટોરેજમાં બટાકા લઈ જવા માટે ટ્રોલી સાથેના ટ્રેક્ટરની અવરજવર પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે. તેમજ આવા ટ્રેક્ટર ઓવરલોડ હોવાના કારણે ધીરે ચાલતા હોવાથી તેમની ઓવરટેક કરવા જતા વાહન ચાલકો આડેધડ રીતે સામસામે આવી જતા હોય છે .
જેમાં આજે કંસારી નજીક આ જ પ્રમાણે ટ્રેક્ટરોની ઓવરટેક કરવાન: કારણે વાહન ચાલકો સામ સામે ભીડાઈ જતા ટ્રાફિક જામ થયો હતો. બે કલાકથી વધુ સમય સુધી ટ્રાફિકજામ રહેતા અનેક વિદ્યાર્થીઓ સહિત હજારો મુસાફર તેમજ વાહન ચાલકો ટ્રાફિકજામમાં ફસાયા હતા. ડીસા તાલુકા પોલીસે તેમજ આરટીઓ અધિકારીઓએ માંડ માંડ ટ્રાફિક ની સમસ્યા હલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા ધાનેરા હાઇવે પર કંસારી હાલમાં મોટું જંકશન તરીકે વિકસી રહ્યું હોવાથી આ જગ્યા પર બંને બાજુ 500 મીટર સુધી હાઇવેને ફોરલેન કરી વચ્ચે ડિવાઈડર બનાવવાની જરૂર છે. આ ઉપરાંત આડેધડ પાર્ક કરાતા તેમજ રોંગ સાઈડે આવતા વાહન ચાલકો સામે પણ પગલાં લેવાની જરૂર છે.