દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે બે દિવસીય રાષ્ટ્રીયકક્ષાના પરિસંવાદનો શુભારંભ

બનાસકાંઠા
બનાસકાંઠા

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે સોસાયટી ઓફ એક્સટેન્શન એજયુકેશન, ગુજરાત અને સ.દાં.કૃષિ યુનીવેર્સિટીના સંયુકત ઉપક્રમે ઇનોવેટીવ, એગ્રીકલ્ચરલ એક્સટેન્શન એપ્રોચીઝ ફોર હોલીસ્ટીક ડેવલપમેન્ટ ઓફ ફાર્મિંગ કોમ્યુનિટી” વિષય પર તા. 06 અને 07 જાન્યુઆરી 2024 ના રોજ બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ ડો. આર. એમ. ચૌહાણ, કુલપતિ,સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય,સરદારકૃષિનગરની અધ્યક્ષતામાં ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું.પરિસંવાદના અધ્યક્ષ ડો. આર. એમ. ચૌહાણ, કુલપતિએ અધ્યક્ષસ્થાનેથી જણાવેલ કે કૃષિ યુનિવર્સિટી વિસ્તરણ અને શિક્ષણમાં ખૂબ જ સારી કામગીરી કરે છે એમ જણાવી યુનિવર્સિટીની નવીન તજજ્ઞતાઓનો વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે તે માટે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તેમજ વિસ્તરણ કાર્યકરોને પ્રયત્નો કરવા આહ્વાન કર્યું હતું. વધુમાં માસ મીડીયાના ઉપયોગ થકી ખેડૂત ઉપયોગી માહીતી છેવાડાના વધુમાં વધુ ખેડૂતો સુધી પહોચાડવા જણાવેલ તેમજ દત્તક ગામોમાં ખેડૂતોનો સાર્વજનિક વિકાસ કરી, રાજ્ય કક્ષાએ આદર્શ ગામ બનાવવા તેમજ એફ.પી.ઓ દ્વારા ખેડૂતો બીજ ઉત્પાદન કરી તેમના ઉત્પાદનના વધુ બજારભાવ મેળવે તેવી કામગીરી કરવા સૂચન કર્યું હતું.


ડો.એમ.આર. ભટ્ટ, ઉપપ્રમુખ, સીગ, દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં સોસાયટીની શરૂઆતથી અત્યાર સુધી થયેલ કામગીરીનો પરિચય આપવમાં આવ્યો હતો. ત્યાર બાદ ડો.જે.બી. પટેલ, સચિવ, સીગ દ્વારા સોસાયટીની કાર્યસિદ્ધિ અને પ્રગતિની સાથે સાથે હાલમાં થતી કામગીરી અંગેની ટૂંકમાં માહીતી આપવામાં આવી હતી. વધુમાં આ સમારોહના મુખ્ય મહેમાન ડો.આર.ડી.પંડયા દ્વારા આ પરિસંવાદથી જે પણ તારણ આવે તેમાંથી ખેડૂતોને વધારેમાં વધારે ફાયદો થાય તેવા પ્રયત્નો કરવા આહ્વાન કર્યું હતું.સદર રાષ્ટ્રીય પરિસંવાદમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા વૈજ્ઞાનિકો, પ્રાધ્યાપકો, રિસર્ચ સ્કૉલર, વિદ્વાનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ એમ કુલ મળી 400 થી વધારે વ્યક્તિઓએ ભાગ લીધો હતો. આ પરિસંવાદમાં કુલ 30 લીડ પેપર, 284 એબસ્ટ્રેક પેપર અને 8 ખેડૂત સફળ વાર્તાઓ રજૂ થનાર છે. આ પરિસંવાદમાં વૈજ્ઞાનિકો, વિધાર્થીઓ અને પ્રગતીશીલ ખેડૂતોને વિવિધ કક્ષાના એવાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. પરિસંવાદમાં પધારેલ મહાનુભાવોના હસ્તે પરિસંવાદના કંપોન્ડીયમ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.