રાજસ્થાન થઈ જીરુ ભરીને આવતો ટ્રક પાલનપુર-અમદાવાદ હાઇવે પર પલટી ગઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં અમદાવાદ હાઇવે ઉપર ખાડામાં એક ટ્રક ખબકતા પલટી મારી જતા અફરાતફરી મચી જવા પામી છે. જેમાં 200 જેટલી જીરાની બોરીયો ભરેલી હતી. આ ટ્રક રાજસ્થાનથી અમદાવાદ તરફ જઇ રહી હતી. જોકે, પાલનપુરમાં ખાડાના કારણે પલટી જતાં હાઇવે પર બોરીયોની રેલમછેલ જોવા મળી હતી. આ ઘટનાના કારણે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

બનાસકાંઠામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે પાલનપુર-અમદાવાદ હાઇ-વે પર વરસાદી પાણી ભરાવવાના કારણે રાજસ્થાન તરફથી આવી રહેલી એક ટ્રક ખાડામાં ખાબકતા પલટી ગયાની ઘટના સામે આવી છે. બોરીઓ ભરેલી ટ્રક અચાનક પલટી જતા હાઇવે હાઇવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.