અમીરગઢ ના માવલ ચેકપોસ્ટ પરથી 245 પેટી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પાસે જ આવેલ રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પર ગુજરાતમાં પ્રવેશવા જતા વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી છે. જેમાં રાજેસ્થાન પોલીસ 245 દારૂની પેટીઓ સહીત કુલ મુદામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

વિદેશી દારૂ પ્રતિબંધિત રાજ્ય ગુજરાતમાં વિદેશી દારૂ ની મોટા પ્રમાણમાં થતી હેરાફેરી અટકાવવા માટે રાજસ્થાનના સિરોહી જિલ્લામાં હાલમાં જ નિયુક્ત થયેલ એસ પી જ્યેષ્ઠા મૈત્રીયી દ્વારા આવા ગોરખ ધંધાઓને રોકવા માટે કડક સૂચન આપતા ગુજરાતમાં મુખ્ય રસ્તાઓમાં એક એવા માવલ ચેકપોસ્ટ પાર રીકકો ચોકીના ઇન્ચાર્જ દ્વારા વોચ ગોઠવી સઘન વાહન ચેકીંગ કરતા રાજસ્થાન તરફથી ગુજરાત તરફ જતા હરિયાણા પારસીં ના એક ટ્રક પર શંકા જતા તેને રોકાવીને તેમાં તપાસ કરતા ટ્રકમાં લાકડાના બનાવેલ ચાર મોટા બોક્સ માં પંજાબ બનાવટનો વિદેશી દારૂ ભરેલ હોઈ પોલીસે ટ્રકમાં લઇ જવાતા પંજાબ બ્રાન્ડના વિદેશી દારૂની 245 પેટીઓ અને ટ્રક ને પોતાના કબજામાં લીધેલ હતી.

જોકે આ દરમિયાન અંધારાનો લાભ લઇ ટ્રકનો ચાલક અને ક્લીનર પોલોસને ચકમો આપવામાં સફળ રહેતા ભાગી છૂટ્યા હતા આથી પોલીસ દ્વારા ભાગી ગયેલ ટ્રકના ચાલક સામે ગુનો નોંધી વિદેએ દારૂ ગુજરાતમાં ક્યાં લઇ જવામાં આવી રહ્યો હતો અને વિદેએ દારૂની હેરાફેરી કરનાર ઈસમ કોણ છે તેની તાપસ આરંભેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.