દાંતાના નવાવાસ ગામમાં અંતિમધામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

આજરોજ બનાસકાંઠા જિલ્લાના આંતરિયાળ એવા દાંતા તાલુકાના નવાવાસ ગામના સ્મશાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જેમાં 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ પ્રસંગે નવાવાસ ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ત.ક.મંત્રી તથા નવાવાસ રેન્જ ઓફિસના સહયોગથી નવાવાસના નવરંગપુરાના જાગૃત યુવાનો રમેશ સોલંકી, ગિરીશ સેનમાં, સુધીર સેનમાં, ધવલ સોલંકી, દીપક સેનમાં, ભોગીલાલ જેવા અનેક યુવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા.

આપણા દેશમાં વન મહોત્સવ ઉજવાય છે. વૃક્ષો આપણને ઓક્સિજન પૂરું પાડે છે. આથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી સૃષ્ટિ સોંદર્યમાં વધારો કરી શકાશે. વળી હવા, પાણી અને અવાજના વધતા જતા પ્રદુષણના જટીલ પ્રશ્નનું નિરાકરણ પણ કરી શકાશે. આપણે વૃક્ષોની સંખ્યા વધારતા જઈએ તો તે સમગ્ર માનવજાતિ માટે સૌથી ઉમદા કાર્ય બની રહેશે. આમ થવાથી પ્રદુષણનું પ્રમાણ ઘટાડી વાતાવરણ સુધારી શકાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.