![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/d12eac72-615d-4e9f-8f56-4a6b9b98df71.jpg)
ડીસા નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
રખેવાળ, ડીસા
કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે ડીસામાં માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત થયુ છે. ગત મોડી સાંજે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા઼ કાર ચાલક ઇજાગ્રસ્ત થતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપા હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લાના ડીસા પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનામાં એક આશાસ્પદ યુવકનું મોત થયુ છે. ડીસાના સેલટેક્સ વકીલ જગદિશ વ્યાસનો ભત્રીજો નિકુલ વ્યાસ કાર લઇ થરાદ ઓફીસથી ડીસા પરત આવતો હતો. આ દરમ્યાન ચિત્રોડા-ડેરા ત્રણ રસ્તા પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલક નિકુલ વ્યાસનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.