રાજવી પરિવાર દ્વારા 850 વર્ષોથી યોજાતી પરંપરાગત પૂજા વિધિ યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિપીઠ અંબાજી મંદિરમાં અષ્ટમીને લઈ અનેકો તૈયારીઓ કરવામાં આવે છે. આજે અષ્ટમીને લઈ માતાજીના મંદિરમાં મગળા આરતી વેહલી સવારે 6 કલાકે કરવામાં આવી હતી. નવરાત્રિના આઠમે અંબાજી મંદિરમાં સવારથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સમગ્ર અંબાજી મંદિરને આજે ફૂલોથી શણગારવામાં આવ્યું છે.આજે શક્તિપીઠ અંબાજી મંદિરમાં અષ્ટમીને લઈને મહાયજ્ઞ કરવામાં આવે છે. દાંતાના રાજવી પરિવાર દ્વારા પરંપરાગત વર્ષોથી મંદિરમાં હવન કરવામાં આવે છે. ત્યારે આજે અષ્ટમીને લઈને દાતા સ્ટેટના રાજવી પરિવાર અંબાજી મંદિર પહોંચ્યા હતા. મંદિરના ભટજી મહારાજ અને સમગ્ર મંદિર તરફથી રાજવી પરિવારને આમંત્રણ પાઠવવામાં આવતું હોય છે. ત્યાર બાદ રાજવી પરિવાર દાંતાથી પ્રસ્થાન કરે છે ત્યારે માર્ગમાં આદિવાસી પરિવારની કન્યાઓ દ્વારા તેમનું સોમેરુ કરવામાં આવતું હોય છે. સામેરુ અને ઢોલ નગાડા સાથે આદિવાસી પરંપરાને જાળવી રાખે છે. ત્યાર બાદ રાજવી પરિવાર અંબાજીના નિજ મંદિરમાં પહોંચી વર્ષો જૂની પરંપરાગત માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવે છે. ભટજી મહારાજની ગાદી પર જઈ ભટજી મહારાજ જોડે પણ આશીર્વાદ મેળવ્યા બાદ હવનશાળા પહોંચે છે.


850 વર્ષોથી રાજવી પરિવાર દ્વારા પૂજા વિધિ અંબાજી મંદિરમાં કરવામાં આવે છે. તે પૂજા વિધિ આજે અષ્ટમીના દિવસે પણ હાલના રાજવી રિદ્ધિરાજસિંહ મહારાજ જે 142મા રાજવી પદ નિભાવી રહ્યા છે તેમને દ્વારા કરવામાં આવી હતી. હવન શાળામાં રાજવી પરિવારે પહોંચી હવનની પૂજા વિધિ શરૂ કરી હતી. જેમાં ભટજી મહારાજ અને મંદિરના પૂજારીઓ પૂજા વિધિમાં જોડાયા હતા. સાંજે રાજવી પરિવાર દ્વારા હવનમાં નારીયેળ હોમી હવનની પુર્ણાહૂતી કરવામાં આવશે. ત્યાર બાદ માઇભક્તો પણ હવનમાં નારીયેળ હોમી આહુતિ આપશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.