ડીસા કોલેજમાં ટુરિઝમ ક્લબનો પ્રોગ્રામ યોજાયો
ડીસાની ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં યુવા ટુરીઝમ ક્લબનો પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. આ પ્રોગ્રામ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક અને યુવા ટુરીઝમ ક્લબના નોડેલ ઓફિસર ડૉ. ચિરાગભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
જેમાં કોલેજના નિયામક છગનભાઈ પટેલ, કોલેજ પ્રિન્સિપાલ રાજુભાઈ રબારી, સ્પોર્ટ્સ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડૉ.આર.ડી.ચૌધરી, એન.એસ.એસ. વિભાગના અધ્યક્ષ ડૉ.તૃપ્તિબેન પટેલ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજના તમામ અધ્યાપકો હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.