ડીસાના ભોયણ ગામે આવેલા આ મંદિર પર ફેરવાયું બુલડોઝર
ડીસાના ભોયણ ગામમાં આવેલું અનોપ મહારાડનું ગેરકાયદેસર મંદિર તોડી પાડવામાં આવ્યું છે. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે આ મંદિર બનાવવામાં આવ્યું હોવાની ફરિયાદ લેન્ડ ગ્રેબિંટ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક દબાણ હટાવવા માટે હુક કર્યો હતો.
મંદિરની આસપાસના બાંધકામો પણ તોડી પડાયા
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મંદિરનું દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મંદિર અને તેની આસપાસ આવેલા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. 2 બુલડોઝર દ્વારા મંદિર તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી.
Tags temple demolished