બનાસકાંઠા જિલ્લામાં નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે 108 ની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે
બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય રીતે 108 એમ્બ્યુલન્સને રોજ 106 જેટલા કોલ મળતા હોય છે. ત્યારે વર્ષોથી આવતા કોલના આધારે 31 ઓક્ટોબર દિવાળીના દિવસે અંદાજે 98, બીજી નવેમ્બર બેસતા વર્ષે 127 જ્યારે 3 નવેમ્બરે ભાઈબીજના દિવસે 119 કોલનો અંદાજ લગાવાયો છે. એટલે કે તહેવારના ત્રણ દિવસ દરમિયાન 10 થી 20 ટકા જેટલો વધારો નોંધાવાની સંભાવના છે. ગત વર્ષે તહેવારના ત્રણ દિવસ દરમિયાન 300 થી વધુ કોલ આવ્યા હતા. જેમાં દિવાળીના દિવસે 81 કોલ, નવા વર્ષના દિવસે 124 જ્યારે ભાઈબીજના દિવસે 105 કોલ આવ્યા હતા. જેને પગલે 108 ની એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી.
જિલ્લામાં 108 ની 30 જેટલી એમ્બ્યુલન્સ છે, ત્યારે દિવાળી, નવુ વર્ષ અને ભાઈબીજના દિવસે જિલ્લામાં 108 ની ટીમ વધુ એલર્ટ થઈ જતી હોય છે. દિવાળીમાં દાઝી જવાના કિસ્સા, વધારે લોકો ફરવા નીકળતાં હોવાથી અકસ્માતના કિસ્સામાં પણ વધારો થયો હોય છે.
તહેવારો દરમિયાન અકસ્માત, ફટાકડાં ફૂટતાં હોવાથી શ્વાસમાં તકલીફ, તહેવાર દરમિયાન ખાણી-પીણી અને અન્ય કારણોસર પેટના દુઃખાવાની ફરિયાદો ઉઠતી હોય છે.દિવાળીના તહેવારોમાં ઈમરજન્સી કોલને પહોંચી વળવા માટે 108 દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકોને પણ કોઈ તકલીફ ન પડે તે માટે 108 ની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.
Tags 108 Banaskantha standby