પાલનપુર ખાતે સાંસદ પરબત પટેલના અધ્યક્ષસ્થાને શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરીના ઉપક્રમે આજે 5 મી સપ્ટેમ્બર, શિક્ષક દિન નિમિત્તે પાલનપુર ખાતે કાનુભાઈ મહેતા હોલમાં બનાસકાંઠા સંસદ સભ્ય પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદના હસ્તે જિલ્લા કક્ષા 2 અને તાલુકા કક્ષાના 23 મળી કુલ-25 શ્રેષ્ઠ શિક્ષકોનું શાલ, પ્રમાણપત્ર અને ચેક આપી સન્માન કરાયું હતું.આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, આપણા દેશના બીજા રાષ્ટ્રપતિ, ફિલોસોફર અને તત્વચિંતક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમની જન્મજયંતિએ સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમણે શિક્ષણનું મહત્વ સમજાવતા કહ્યું કે, કોઈપણ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રનો વિકાસ શિક્ષણ સિવાય શક્ય જ નથી ત્યારે આપણા બાળકો વચ્ચે દીકરી-દીકરાનો ભેદભાવ રાખ્યા સિવાય તેમને ઉચ્ચ શિક્ષણ આપવીએ. સાંસદએ શિક્ષકની મહત્તા સમજાવતા કહ્યું કે આપણે જેને સૌથી ઉચ્ચ નોકરી IAS, IPS કે IFS ગણીએ છીએ એ બનવા માટે પણ શિક્ષક પાસે ભણવું પડે છે. શિક્ષક વ્યક્તિ નિર્માણ સાથે રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરે છે એટલે જ સમાજ શિક્ષકને બહુ માન- સન્માનની નજરે જુએ છે અને આદર આપે છે.

સાંસદ પરબતભાઇ પટેલે બનાસકાંઠાના ભૂતકાળને યાદ કરતા જણાવ્યું કે, 1985 પહેલાં બનાસકાંઠા જિલ્લાની શૈક્ષણિક પછાત જિલ્લા તરીકે ગણના થતી હતી. આજે રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોને લીધે આ જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે જબરજસ્ત પ્રગતિ કરી છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-2003 થી શરૂ કરાવેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના લીધે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. આજે અંતરિયાળ ગામડાઓ સુધી પ્રાથમિક શાળાઓના પાકા ઓરડા, વીજળી અને પાણીની સુવિધા, શૌચાલય, કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ મેરીટ વાળા શિક્ષકોને લીધે બનાસકાંઠા જિલ્લો શિક્ષણ ક્ષેત્રે હરણફાળ વિકાસ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, આજથી 20 વર્ષ પહેલાં આ જિલ્લાની કેવી સ્થિતિ હતી, બનાસકાંઠાના ગણ્યાગાંઠા લોકો જ સરકારી નોકરી કરતા હતા. આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે પોલીસ ભરતી બોર્ડ સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ જિલ્લાના વિદ્યાર્થીઓ અગ્રેસર રહે છે. બનાસકાંઠા જિલ્લાના 1300 જેટલાં યુવાનો રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવી રહ્યા છે. આ જિલ્લાના ઘણા વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે ત્યારે તેમણે ભારત સરકાર દ્વારા લેવાતી યુપીએસસી અને ગુજરાત સરકાર દ્વારા લેવાતી જીપીએસસીની પરીક્ષા આપી સરકારમાં ઉચ્ચ અધિકારી બનવા બાળકોને તૈયાર કરવાનો અનુરોધ કર્યો હતો.આ વર્ષે યોજાયેલ જ્ઞાનસેતુ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શિક્ષકોને અભિનંદન પાઠવતા સાંસદએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવી શિક્ષણનીતિ અમલમાં મુકાય છે ત્યારે બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ આપી સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરીએ.બનાસકાંઠા જિલ્લામાં ભગવાનભાઈ આંબાભાઈ પ્રજાપતિ- દીપડા પ્રાથમિક શાળા અને પનહાજબેન લિયાકત અલી પોલરા-ચાંગા પે કેન્દ્ર શાળાના ઉપ શિક્ષકને જિલ્લા કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા તથા નીચે જણાવેલ 23 શિક્ષકોને તાલુકા કક્ષાના એવોર્ડ અપાયા હતા. જેમાં દાંતીવાડા તાલુકામાંથી પટેલ દિલીપકુમાર શંકરભાઇ- ડાભીપુરા પ્રાથમિક શાળા અને પ્રજાપતિ પ્રવિણકુમાર વિરચંદભાઈ- ઉત્તમપુરા(ડાં) પ્રાથમિક શાળા, દાંતા તાલુકામાંથી રાવલ રસિકલાલ કચરાલાલ- હરીવાવ પ્રાથમિક શાળા અને પટેલ ગિરીશભાઈ કચરાભાઈ- ઘોડાટાંકણી પ્રાથમિક શાળા, અમીરગઢ તાલુકામાંથી મકવાણા દિનેશભાઈ કાંતીભાઈ- જૂની સરોત્રી પ્રાથમિક શાળા અને પ્રજાપતિ રમણલાલ ત્રિભોવનદાસ- સનવાડી પ્રાથમિક શાળા, પરમાર હેમાભાઇ પુનમાભાઈ- ચડોતર પ્રાથમિક શાળા અને પ્રજાપતિ ભાવના રણછોડભાઈ- પીંપળી (ભા) પ્રાથમિક શાળાની પાલનપુર તાલુકામાંથી, ડીસા તાલુકાની વાઘપુરા પ્રાથમિક શાળાના પટેલ પારૂલબેન ઈશ્વરભાઇ અને ઢેઢાલ પ્રાથમિક શાળાના જોષી ત્રિભોવનભાઇ આશારામભાઈની ડીસા તાલુકામાંથી, થરાદ તાલુકામાંથી પંચાલ મયૂરી નટવરભાઈ થરાદ શાળા નં- 1 પ્રાથમિક શાળા અને જોષી દિપકકુમાર દાનારામ- રામપુરા પ્રાથમિક શાળા તેમજ વાવ તાલુકામાંથી ચોથા નેસડા પ્રાથમિક શાળાના રાઠોડ જામાજી વિહાજી અને ચોટીલ પ્રાથમિક શાળાના જોષી નટવરભાઈ જયરામભાઇ, વડગામ તાલુકામાંથી પટેલ હરેશકુમાર પ્રહલાદભાઈ- લેબલાપુરા પ્રાથમિક શાળા અને રાવલ કિરણકુમાર ભીખાલાલ- ચિત્રોડા પ્રાથમિક શાળા, કાંકરેજ તાલુકામાંથી ટોટાણા પ્રાથમિક શાળાના પ્રજાપતિ લક્ષ્મણભાઈ જેઠાલાલ, લાખણી તાલુકામાંથી મોરાલ પ્રાથમિક શાળાના ચૌહાણ મૌલિકભાઈ રાજુભાઈ, ધાનેરા તાલુકામાંથી જાડી-1 પ્રાથમિક શાળાના પંડ્યા ગણેશદત્ત યોગેન્દ્રકુમાર અને દિયોદર તાલુકામાંથી ભેંસાણા પગાર કેન્દ્ર શાળાના શિક્ષક સોલંકી અમૃતભાઈ ઈશ્વરભાઈ તેમજ સાલપુરા પ્રાથમિક શાળાના શિક્ષક પટેલ સમીરકુમાર બાબુલાલ, જ્યારે ભાભર તાલુકામાંથી કુવાળા પગાર કેન્દ્ર શાળાના શિક્ષક પટેલ નિતાબેન મણીલાલ અને સુથાર નેસડી પ્રાથમિક શાળાના ચાવડા ચેતનાબેન લતેશભાઈને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.