પાલનપુરની સધીમા દૂધ પ્રોડક્ટ ફેક્ટરીમાં શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ઝડપાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાંથી બાતમીને આધારે પુરવઠા અધિકારીએ એક શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર પકડ્યું હતું. પાલનપુરની સધીમાં દૂધ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં આ ટેન્કર પહોંચતા પુરવઠા અધિકારીએ આ ટેન્કરને પકડી અને ફુડ વિભાગને જાણ કરતા ફુડ વિભાગે સેમ્પલ લઈ અને પ્રક્રિયા હાથ ધરી હતી.બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના પાલનપુર આબુરોડ હાઇવે પર આવેલી સધીમાં મિલ્ક પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં પુરવઠા અધિકારીએ શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર પકડી પાડ્યું હતું. બાતમીને આધારે પુરવઠા અધિકારીએ આ ટેન્કરને પકડ્યું હતું અને ત્યારબાદ ફુડ વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ પુરવઠા અને ફૂડ વિભાગના અધિકારીઓએ સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ફૂડ વિભાગની પ્રાથમિક તપાસમાં દૂધનું પરીક્ષણ કર્યું હતું અને તેમાં આ દૂધનું સેમ્પલ ફેલ નીકળ્યું હતું અને જેને લઈને ફુડ વિભાગ દ્વારા વધુ 8 સેમ્પલ લેવાયા હતા અને જે બનાસ ડેરી ખાતેની લેબમાં મોકલાયા હતા. આ આઠ સેમ્પલ માંથી છ સેમ્પલ ફેલ નીકળ્યા હતા ફુડ વિભાગે 2500 લીટર દૂધનો જથ્થો સીઝ કરી અને સેમ્પલ લઈને વધુ પરીક્ષણ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.


આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણ બરનવાલે જણાવ્યું હતું કે આજે મારા જિલ્લા પુરવઠા અધિકારી પાસે એક બાતમી આવી કે ડેરી પાસે એક મિશ્રિત દૂધનું ટેન્કર આવ્યું છે ટીમ અમારી તત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ 2500 લીટર દૂધ ભરેલું ટેન્કર પકડવા માં આવ્યું પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ હતું એટલે ફૂડ એન્ડ ડ્રગ્સ ની ટીમ દ્વારા સ્થળ ઉપર ટેસ્ટીંગ કરવામાં આવ્યું જેની અંદર ક્વોલિટી સસપાઇન્ડેડ ધ્યાન પડતા વધુ વિશ્લેષણ માટે બનાસ ડેરી નો સંપર્ક કરી તેમની લેબમાં હજુ વિશ્લેષણ ચાલુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.