ભીલડી નજીક ખાદ્યતેલ ભરેલુ ટેન્કર ગટરના ગંદા પાણીમા ખાબક્યુ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ભીલડી : ડીસા તાલુકાના રતનપુરા ગામ નજીક રાત્રીના સુમારે ટેન્કર ચાલકને ઝોકું આવતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર ગટરના ગંદા પાણીના ખાબોચીયામા ખાબક્યુ હતુ. ડીસા તરફથી ખાદ્યતેલ ભરીને ગાંધીધામ તરફ જઈ રહેલ ટેન્કર નં.જીજે.૧ર.એઝેડ.૭૫૦૮ના ડ્રાઈવરને ઝોકું આવતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્ર આગળ ભરાયેલા ગટરના ગંદા પાણીમા ખાબક્તા ખાદ્યતેલ ઢળીને ગટરમાં વહી ગયું હતું. જેમાં ડ્રાઈવરને હાથનાં ભાગે ફ્રેકચર થયું હતું જેઓને ૧૦૮ દ્વારા ડીસા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.