ડીસાના કૂચાવાડા ગામે માનરેગા કામગીરીની ઓચિંતી તપાસ

બનાસકાંઠા
બનાસકાંઠા

આજે ડીસા તાલુકાના કુચાવાડા ખાતે ચાલી રહેલા મનરેગા કામગીરીની ઓચિંતી તપાસ કરી હતી. જ્યાં મજૂરોને મળતા વેતન સહિત તેમની સમસ્યાઓ પણ સાંભળી હતી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા ઘણા સમયથી અનેક જગ્યાએ કૌભાંડની ફરિયાદો ઉઠી છે. જેને પગલે જિલ્લા વિકાસ અધિકારી પણ સક્રિયતા દાખવી ફરિયાદોને પગલે ઓચિંતી સ્થળ તપાસ કરી રહ્યા છે. જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે આજે ડીસા તાલુકા વિકાસ અધિકારી રુબી રાજપુત સહિતની ટીમ સાથે કુચાવાડા ખાતે પહોંચ્યા હતા.કુચાવાડા ખાતે ચાલી રહેલા મનરેગા યોજનાની કામગીરીની તપાસ કરી હતી. કૂચાવાડા ખાતે 80 જેટલા લોકો માનરેગા યોજનામાં કામ કરી રહ્યા છે. કામ સંભાળતા સંચાલકોની તેમજ કામ કરી રહેલા મજૂરો સાથે વાતચીત કરી હતી. મજૂરોને સમયસર પૈસા તેમના ખાતામાં મળે છે કે નહીં, તેમને પૂરતી મજૂરી ચૂકવવામાં આવે છે કે કેમ તે અંગે માહિતી મેળવી હતી. સાથે સાથે મજૂરોની સમસ્યાઓ પણ સાંભળી તેમના સમાધાન માટે બાંહેધરી આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.