ડીસા નજીકના આખોલ ચાર રસ્તા પર ના ઓવરબ્રિજ પર ધોળા દિવસે લાઈટો ચાલુ રહેતા અજવાળું પથરાયુ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેર નજીકના આખોલ ચાર રસ્તા ના ઓવર બ્રિજ ના મુખ્ય નેશનલ હાઈવે પર આખોલ પાટીયા થી ભીલડી રોડ સુધીની સ્ટ્રીટલાઈટો બુધવાર ના સાંજે 4 કલાકે ચાલુ જોવા મળતા ધોળા દિવસે અજવાળું પથરાયું હતું અને વિજળીનો ખોટો વ્યય થઈ રહ્યાનું વાહનો ચાલકો માં પ્રતીત થઈ રહ્યું હતું.સુવિધા માટે સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી છે અને રાત્રી દરમિયાન આ સ્ટ્રીટ લાઈટોનો ઉપયોગી પણ નિવડી રહી છે.

પરંતુ આજરોજ બપોરે ઓવરબ્રિજ ઉપરની તમામ લાઈટો ધોળા દિવસે પણ કોઈ ટેકનિકલ કારણોસર ચાલુ રહી હતી. આમ ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેતા વાહન ચાલકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા કોઈ કારણોસર સ્ટીટ લાઈટો ચાલુ રહી કે પછી કોઈ અન્ય કારણ પરંતુ ચાલુ રહીને સ્ટીટ લાઈટો ના કારણ વિજળીનો ખોટા વ્યય થઈ રહ્યો હોવાનું જોવા મળ્યું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.