ડીસામાં બનાસનદીમાં મોતના સિલસિલાને અટકાવવા તંત્રની ખાસ બેઠક

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ) ડીસા, દાંતીવાડા ડેમના ઉપરવાસમાં આ વર્ષે પડેલા ભારે વરસાદના કારણે છલોછલ ભરાયેલ ડેમમાં ગત બુધવારના બપોરે બનાસ નદીમાં છોડાયુ હતું જે ધીરે ધીરે આગળ વધ્યુ હતું પરંતુ પાંચ વર્ષ બનાસનદી સજીવન થતાં ઠેરઠેર લોકો જાેવા ઉમટી પડ્યા હતા ત્યારે તંત્ર દ્વારા લોકોને નદી ન જવા સુચના સહિત જાહેરનામુ બહાર પાડયું હતું તેમ છતાં લોકો તંત્રની અવગણના કરી નદીના પટમાં અને નદીના વહેણ ઉતરી જીવ જાેખમમાં મૂકી રહ્યા હતા.

જેમાં બનાસકાંઠા જિલ્લામાં દશથી વધુ લોકો એ બનાસ નદીમાં ડૂબી જવાથી મોતને ભેટ્યા છે. જેમાં ડીસા તાલુકામાં છેલ્લા ચાર દિવસમાં છ વ્યક્તિઓ ડૂબી જવાથી મોત થતા ડીસા તાલુકા વહીવટી તંત્રએ મોતના સીલસીલાને અટકાવવા માટે નદી વિસ્તારના ગામોના સરપંચો તલાટી કમ મંત્રીઓ, આગેવાનો અને અધિકારીઓ સાથે બેઠક કરી લોકોને નદીમાં ન જવા દેવાની સૂચના આપવામાં આવી છે.

વહીવટી તંત્રની અપીલ છતાં લોકો નદીમાં વિસ્તાર ખુલ્લેઆમ ફરી રહ્યા છે

વહીવટી તંત્રની અપીલ હોવા છતાં લોકો તંત્રને અપીલની અવગણના કરી ખુલ્લેઆમ આજે પણ નદીના પટમાં અને વહેણમાં ઠેર ઠેર જાેવા મળી રહ્યા છે ત્યારે વહીવટી તંત્રની સરપંચો તલાટીઓ અને અધિકારીઓ અને આગેવાનો
સાથે મળેલી બેઠક કેટલા અંશે ફળીભૂત થાય છે તે આવનારો સમય બતાવશે.

ડીસા તાલુકામાં છેલ્લા ચાર દિવસમાં છ વ્યક્તિઓ નદીમાં ડુબી જવાથી મોતને ભેટ્યા

ડીસા તાલુકામાં સૌપ્રથમ જુનાડીસાની બનાસ નદીમાં ત્રણ યુવકો ડૂબી ગયા ત્યારબાદ છત્રાલા ગામની નદીમાં એક આધેડ ડુબ્યો જ્યારે માલગઢ ગામે એક યુવાન અને મોટી આખોલ ગામે આધેડ ડુબતા ચાર દિવસમાં કુલ છ વ્યક્તિઓ બનાસ નદીમાં ડુબી જતાં મોત થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.