ડીસાના નાસતો ફરતો પોક્સોનો આરોપી ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકા પોલીસે નાસતા ફરતા આરોપીને લાખણીના ચિત્રોડા ગામે ઝડપી પાડ્યો છે. કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે વોરંટ નીકળતા પોલીસે આરોપીને તેના ગામેથી પકડી જેલના હવાલે કર્યો હતો.ડીસા તાલુકાના એક ગામમાંથી લાખણીના ચિત્રોડા ગામનો વિક્રમજી પીરાજી ઠાકોર 2018ની સાલમાં એક સગીરાને ભગાડી ગયો હતો. જે મામલે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરી સબજેલના હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન આરોપી જામીન પર છૂટ્યા બાદ કોર્ટમાં મુદ્દે હાજર રહેતો ન હતો.જેથી ડીસાની નામદાર સેશન્સ કોર્ટે આરોપી સામે વોરંટ જારી કરી તેને તાત્કાલિક પકડવા માટે હુકમ કર્યો હતો. ડીસા તાલુકા પોલીસે આરોપીને પકડવા વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી અને આ આરોપી તેના ઘરે લાખણીના ચિત્રોડા આવ્યો હોવાની માહિતી મળતાં જ ડીસા તાલુકા પોલીસે આરોપીને પકડી પાડી જેલના હવાલે કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.