ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત શાંતી સમિતિની બેઠક યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં જન્માષ્ટમીના તહેવારને લઈને પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જન્માષ્ટમી નિમિત્તે સુલેહ ભર્યું વાતાવરણ જળવાઈ રહે તેમજ નમાજના સમયે મસ્જિદ આગળથી જન્માષ્ટમીની રથયાત્રા નીકળે તો કોમી લાગણી દુભાય તેવા સૂત્રોચ્ચાર ન કરવા તેમજ વાજિંત્રો વગાડવા કે ન વગાડવા બાબતે કોઈ વાદવિવાદ ન થાય તે જોવા પોલીસે બંને કોમના આગેવાનોને અપીલ કરી હતી.ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિન જન્માષ્ટમી નિમિત્તે સમગ્ર દેશમાં ભક્તિભાવ ભર્યો માહોલ જામતો હોય છે. ત્યારે ડીસામાં પણ જન્માષ્ટમીની ઉજવણી ખૂબ જ ભક્તિભાવ પૂર્ણ, મસ્તી ભર્યા અને હર્ષોલ્લાસ સાથેના વાતાવરણમાં કરવામાં આવે છે. ત્યારે જન્માષ્ટમી નિમિત્તે ડીસા શહેરમાં સુલેહ શાંતિભર્યું વાતાવરણ જળવાઈ રહે તે માટે ડીસા દક્ષિણપોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી.


બેઠકમાં ડીસાના વિભાગીય પોલીસ અધિક્ષક ડૉ. કુશલ ઓઝા, ડીસા દક્ષિણ પીઆઇ આર.વી. દેસાઈ સહિત હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ડીવાયએસપી ઓઝાએ બંને કોમના આગેવાનોને તહેવાર નિમિત્તે સુલેહ ભર્યું વાતાવરણ જાળવી રહે તે માટે અપીલ કરી હતી. જન્માષ્ટમી નિમિત્તે નીકળતી રથયાત્રા જ્યારે નમાજના સમયે મસ્જિદ આગળથી પસાર થાય ત્યારે રથયાત્રામાં કોમી લાગણી દુભાય તેવા કોઈ સૂત્રોચ્ચાર ન થાય તેમ જ વાજિંત્રો વગાડવા કે ન વગાડવા બાબતે વાદવિવાદ ન થાય તે જોવા પણ પોલીસે બંને કોમોના આગેવાનોને ખાસ અપીલ કરી હતી.જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ભક્તિભાવ અને ભાઈચારાની ભાવનાથી ઉજવાય તે માટે મુસ્લિમ સમાજ દ્વારા પણ સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી અપાઈ હતી. જ્યારે હિન્દુ સમાજના આગેવાનોએ પણ રથયાત્રા દરમિયાન કોમી લાગણી દુભાય તેવું કોઈ કૃત્ય ન થાય તેની તકેદારી રાખવાની ખાતરી આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.