ડીસાના વેપારીની દુકાનમાં સીબીઆઈની ટીમના સર્ચ ઓપરેશનથી ફફડાટ ફેલાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

પ્રતિબંધિત પોટાશની ઇન્ડસ્ટ્રિઅલ સોલ્ટના નામે નિકાસ કરવાના કૌભાંડમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં પણ એક વેપારીની દુકાને સીબીઆઇ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હોવાની વિગતો સાંપડી છે. બિનસત્તાવાર રીતે મળતી માહિતી મુજબ, સીબીઆઇ દ્વારા દિલ્હી ખાતે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં પોટાશનું ટ્રેડિંગ કરતી જુદીજુદી કંપનીઓના ડિરેક્ટરો તેમજ વેપારીઓ,ટ્રાન્સપોર્ટર સહિત ૧૫ થી વધુ સામે તપાસ કરવામાં આવી રહી છે.આ કૌભાંડમાં ડીસાના વેપારી શરદભાઇ કક્કડનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી સીબીઆઇએ ડીસા ખાતે એમની દુકાને પણ તપાસ કરી હતી પરંતુ વેપારી શટર પાડી ફરાર થઇ જતાં અને સીબીઆઈ અધિકારીઓ પણ તપાસ અર્થે અન્યત્ર નીકળી જતા વિગતો મળી શકી નથી પણ ૨૦૦૭ થી ૦૯ દરમ્યાન ખેડૂતોને સબસીડીના ભાવે અપાતું પોટાશ ડિલરો પાસેથી બારોબાર ખરીદી વગર પરવાનગીએ વિદેશમાં વેચાણ કરી સરકારને ૫૨.૮૦ કરોડનું નુકશાન પહોંચાડવા બદલ રાજસ્થાન, પ.બંગાળ અને ગુજરાતના ૧૫ સ્થળે સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.