અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી ચોરાયેલ રીક્ષા ડીસામાંથી ઝડપાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેરમાંથી રીક્ષા ચોર ઝડપાયો હોવાની ઘટના સામે આવે છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી ચોરી કરીને ભાગતા શખ્સને ડીસા શહેર દક્ષિણ પોલીસે રિક્ષા સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ કરી છે.ડીસા શહેર દક્ષિણ પોલીસ આજે બપોરના સમયે પેટ્રોલિંગમાં હતી અને તેઓ વેલુનગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી આવી રહેલી એક નંબર પ્લેટ વગરની શંકાસ્પદ રીક્ષા દેખાઈ હતી. જેથી પોલીસે રિક્ષાને થોભાવી ચાલકની પૂછપરછ કરી હતી. જેમાં આ રીક્ષા અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી ચોરાઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે તરત જ રીક્ષા ચાલક અને વડગામના મુમનવાસ વિસ્તારમાં રહેતા વશરામ રાવળની અટકાયત કરી હતી.


પોલીસી અત્યારે રીક્ષા જપ્ત કરી ચાલકની અટકાયત કરી છે. તેમજ તેની સામે સીઆરપીસી કલમ 102 મુજબ ગુન્હો નોંધી અમદાવાદ નિકોલ પોલીસ મથકે જાણ કરી હતી. ડીસા શહેર દક્ષિણ પોલીસે અમદાવાદમાંથી ચોરાયેલી રીક્ષા ચોરીનો ભેદ ઉકેલી ઝડપાયેલ શખ્સ અન્ય કોઈ જગ્યાએ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.