ડીસાની નવજીવન બી.એડ્.કોલેજમાં રાખી મેકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા ખાતે આવેલી નવજીવન બી.એડ્. કોલેજ ખાતે રાખી મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બી.એડ્. સેમ વનનાં 110 તાલીમાર્થીઓએ નેચરલ થીમ ઉપર અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુમાંથી સુંદર મજાની રાખડીઓ બનાવી હતી. તાલીમાર્થીઓ ગુલાબના ફૂલમાંથી નારાછડીની દોરીમાંથી, મોગરાના ફૂલમાંથી સરસ મજાની અલગ અલગ આકાર આપી અને રંગબેરંગી રાખડીઓ બનાવી હતી.

પહેલાના જમાનામાં સુતરના દોરામાંથી રાખડી બનાવી અને બાંધવામાં આવતી હતી જેમ જેમ સમય ગયો તેમ આધુનિકતા આવી ગઈ હતી પરંતુ સંસ્કૃતિ તરફ પાછા વાળો થીમ ઉપર સુતરમાંથી પણ તાલીમાર્થીઓએ રાખડીઓ બનાવી અને જુના દિવસોને યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં બી.એડ્. કોલેજના આચાર્યશ્રીડૉ. સોનલબેન પ્રજાપતિ, ડૉ. અમિતકુમાર સોલંકી, ડૉ. નિરવભાઈ પરમાર, જયેશભાઇ ઠક્કર, ક્લાર્ક અનિલભાઈ પટેલ, અશોકભાઈ ચૌધરી તથા કોલેજના તમામ અધ્યાપકો હાજર રહી તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.