ચંડીસરમાં ઓવરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાતા જીપ નાળા માં ખાબકી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર પંથકમાં દિવસભર હળવા થી ભારે વરસાદના ઝાપટા પડ્યા હતા. જેમાં પાલનપુર -ડીસા હાઇવે પર આવેલા ચંડીસર ગામના પ્રવેશદ્વાર પર આવેલ ઓવરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાઇ જતા આ માર્ગે પસાર થઈ રહેલી એક પેસેન્જર જીપ રોડ પર પાણી ભરેલા નાળામાં ખાબકી હતી. જેને લઇ વાહન વ્યવહાર અટવાઈ જવા પામ્યો હતો. જોકે આ જગ્યા પર થોડા દિવસ પણ એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ચંડીસર બ્રિજ નીચે અવાર-નવાર વાહનો પલ્ટી જવાના બનાવો બની રહ્યા છે ત્યારે હાઇવે ઓથોરેટી આ બાબતે ગંભીરતા દાખવે તેવી માંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.