કાંકરેજ તાલુકાના કુંવારવા ગામે શ્વાનનો આતંક બે વ્યક્તિ અને પછી બે પશુઓને બચકા ભર્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના કુંવારવા ગામે એક હડકાયા કૂતરાએ બે વ્યક્તિ અને બે પશુઓ ને બચકા ભર્યા હતા. ત્યારે સમગ્ર ગામમાં ભારે ફફડાટ ફેલાયો હતો જોકે એક ૫૫ વર્ષિય આધેડ મહિલાને તો આંગળી નું ટેરવું કૂતરું ખાઈ ગયું હતું. ત્યારે તાત્કાલિક અસરથી શિહોરી સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પાટણ ખાતે આવેલ ધારપુર મેડિકલ ખાતે રીફર કરવામાં આવ્યા હતાં અને ત્યાં હડકાયા કૂતરાની રસી ન મળતાં ડિસા ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

જ્યાં તેમને રસી આપવામાં આવી હતી જેને પગલે તંત્ર પાસે હડકાયા શ્વાનની રસી ઉપલબ્ધ કરેલ હોય તો તાત્કાલીક અસરથી સ્થાનિક આરોગ્ય વિભાગ ની હોસ્પિટલમાં દર્દીઓ ને ઇમરજન્સી સેવાઓ મળી શકે એવા ઉમદા પ્રયત્નો જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવે તેવી આશા લોકોએ વ્યક્ત કરી હતી ત્યારે હવે દરેક વ્યક્તિ એ આવા સાદા કે હડકાયાં કૂતરાં થી સાવધાન રહેવું જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.