ડીસામાંથી શંકાસ્પદ સબસીડી યુક્ત ખાતરનો જથ્થો ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

પોલીસ એ ગોડાઉન સીઝ કર્યું :ખેતીવાડી અધિકારી કાર્યવાહી કરશે: ડીસાના આખોલ ચોકડી પાસે એક ખાનગી ગોડાઉનમાંથી લાખોની કિંમતનો સબસીડી યુક્ત ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો છે.અલગ અલગ બેગમાં પેક કરેલ જથ્થો કબ્જે કરી જિલ્લા ખેતીવાડી અધિકારીને જાણ કરી છે જેથી હવે ખેતીવાડી અધિકારી ને જાણ કરી છે. જેથી તેઓવઆગળની કાર્યવાહી હાથ ધરશે.

બનાસકાંઠામાં સબસીડી યુક્ત ખાતરનો કાળો કારોબાર ચાલી રહ્યયો છે.ત્યારે ડીસા ના આખોલ ચાર રસ્તા પાસે એક ખાનગી ગોડાઉનમાંથી ખાતરનો જથ્થો કબ્જે કર્યોં છે. ડીસા તાલુકા પોલીસ મથકના પી. આઈ. અમિત દેસાઈ સહીતની ટીમને માહિતી મળેલ કે ડીસાના આખોલ પાસે ખાનગી ગોડાઉનમાં સબસીડી યુક્ત ખાતરનો કારોબાર ચાલી રહ્યો છે.

જૅ બાતમીના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા એક ટ્રક ઉભેલી મળી આવેલ અને ગોડાઉનમાથી મોટી માત્રામાં સબડીસી યુક્ત રાસાયણિક ખાતર જૅ અલગ અલગ બેગમાં પેક થયેલું મળી આવેલ. જોકે પોલીસને આં ખાતર શંકાસ્પદ લાગતા ગોડાઉન સીઝ કરી મૂળ માલિકની તપાસ હાથ ઘરેલ અને ખેતીવાડી અધિકારીને પણ જાણ કરી હતી. જેથી હવે ખેતીવાડી અધિકારી આવીને આગળની કાર્યવાહી હાથ ધરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.