દાંતા નજીક મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતા રતનપુર વચ્ચે નાળામાં મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો છે. ખુલ્લામાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવતા લોકોમાં અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા છે. જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેકાતા જો કોઈ ઘટના સર્જાય તો તેનો જવાબદારી કોણ લેશે? દાંતા રતનપુર વચ્ચે નાળામાં આટલી મોટી માત્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો કોણે જાહેરમાં ફેંક્યો તે તપાસની બાબત બની છે. આરોગ્ય વિભાગ તાત્કાલિક ધોરણે આની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તો એવી ઘટનાઓ બનવાથી અટકાવી શકાય છે. દાંતા વિસ્તારમાં અવારનવાર આ રીતે મેડિકલ વેસ્ટનો જથ્થો જાહેરમાં અને ખુલ્લામાં મળી આવતો હોય છે. આ રીતે જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેકતા તત્વો સામે આરોગ્ય વિભાગે તત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.