છાપી હાઇવે ઉપરથી પશુ આહાર ભરીને જતાં કન્ટેનરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્રારા મંગળવારે રાજસ્થાનથી અમદાવાદ પશુઆહાર ભરીને જતા કન્ટેનરમાંથી વિદેશદારૂનો જંગી જથ્થો ઝડપી પાડી કન્ટેનર ચાલકની અટકાયત કરી હતી. આ અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે છાપી હાઇવે ઉપરથી પસાર થઈ રહેલ એક કન્ટેનરમાં પશુઆહારની આડમાં ગુપ્ત ખાનામાં છુપાવેલો વિદેશી દારૂ રૂ. ૧૬, ૭૭,૩૦૦ ની બોટલ નંગ ૪૫૬૮ તેમજ મોબાઈલ નંગ એક વાહન સહિત રૂ.૩૫, ૮૦, ૪૭૦નો મુદ્દામાલ કબ્જે કરી કન્ટેનર ચાલક ઘેવરચંદ બીશ્નોઈને ઝડપી પાડી દારૂ મોકલનાર સોહનરામ, પ્રકાશ ઉર્ફે પુખરાજ બીશ્નોઈ તેમજ દારૂ મંગવનાર પ્રતાપસિંહ વાઘેલાને વોન્ટેડ બતાવી છાપી પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.