ડીસામાંથી ₹2.52 લાખની કિંમતનો અખાદ્ય ઘીનો જથ્થો નાશ કરાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

એક્સપાયર ડેટ હોવાથી ડીસા ડમ્પ સાઈટ પર નાશ કરાયો: બનાસકાંઠા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સતત ઘી તેલ સહિત ખાદ્ય પદાર્થોની ચકાસણી કરી રહી છે. જેમાં ડીસામાં ચકાસણી દરમિયાન ₹2.52 લાખનો ઘીનો જથ્થો એક્સપાયર ડેટ વાળો મળી આવતા આ અખાદ્ય ઘીનો ડીસા નગરપાલિકાની કચરા નિકાલની સાઈટ પર નાશ કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં ચાલી રહેલી ફૂડ સેફટી ડ્રાઈવ અંતર્ગત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ડીસામાંથી બુધવારે રીશાલા બજાર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી સિયા માર્કેટિંગ નામની પેઢીનું ઘી નું ગોડાઉન ઝડપી હતું. જેમાંથી રૂપિયા 11 લાખ ઉપરાંતની કિંમતના 300 ઉપરાંત ઘીના ડબ્બા શંકાસ્પદ લાગતા સીઝ કર્યા હતા.

આ મુદ્દા માલની ચકાસણી દરમિયાન જુદા જુદા પેકિંગમાં રહેલું 498 કિલો ઘી જે એક્સપાયર્ડ ડેટ થયેલું મળી આવતા આ ઘીના જથ્થાનો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમના અધિકારીઓની ઉપસ્થિતિમાં ડીસાના જુનાડીસા રોડ પર આવેલ નગરપાલિકાની ડમ્પ સાઈડ પર નાશ કરવામાં આવ્યો હતો.

આ અંગે ફૂડ વિભાગના અધિકારી ટી. એચ. પટેલે જણાવ્યું હતું કે, સિયા માર્કેટિંગમાંથી સિઝ કરાયેલા જથ્થાની તપાસ દરમિયાન 498 કિલો ઘી એક્સપાયર ડેટ વાળું મળી આવતા તે અખાદ્ય હોવાથી તેનો નાશ કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.