ધાનેરાના કુંડી ગામ પાસે ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ દાંતીવાડા : પાંથાવાડા પોલીસ સબ.ઇન્સ. એમ.એમ.કુરેશી તા.૧૯/૦૯/૨૦૨૦ ના રોજ પો.સ્ટે.નાઓ પો.સ્ટાફના અ.પો.કોન્સ. ભુપતભાઇ હંજારીભાઇ તથા અ.પો.કોન્સ. ભરતજી કલુજીનાઓ સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ બાતમી આધારે સ્વીફટ ગાડી નંબર જીજે.૦૮. એજે.૩૬૬૪ને રોકાવી ચેક કરતાં તેમાં ચાલક કાંન્તુભા અવચળજી સોલંકી (ઠાકોર) રહે. ખીંમત તા.ધાનેરાવાળો બેઠેલ હોય અને ગાડીમાંથી વિદેશી દારૂ/બીયરની કુલ બોટલ નંગ- ૩૩૫ કુલ કિમત રૂપિયા ૩૮,૯૪૫ તથા સ્વીફટ ગાડી કિમત રૂ.૩,૦૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૧ કિમત રૂપિયા ૫૦૦ મળી કુલ કિમત રૂપિયા ૩,૩૯,૪૪૫ નો મળી આવતાં ચાલકે પકડાયેલ મુદામાલ (રાજ.) વડગામથી રાણીવાડા જતા રોડ ઉપરથી ભરતભાઇ કરશનભાઇ માળી રહે. આલવાડા ગોળીયા (નેગાળા) તા.ધાનેરાવાળાએ ભરાવેલ હોવાનું અને દિનુભા ખેમસીંગ ડાભી રહે. શિહોરી તા.કાંકરેજવળાને આપવા જતો હોવાનુ જણાવતાં સદરી ઇસમો વિરૂધ્ધ પ્રોહી.એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.