પાલનપુરમાં રામનવમી પર્વે ભગવાન શ્રી રામની શોભાયાત્રા યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

ભગવાન શ્રી રામલ્લાની શોભા યાત્રાને પગલે સમગ્ર નગર રામમય બન્યું: પાલનપુરમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવ પર્વ રામ નવમીએ શહેરમાં રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. મોટા રામજી મંદિરથી નીકળેલી શોભાયાત્રાએ નગરનું પરિભ્રમણ કર્યુ હતું. જે શોભાયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી.

રામનવમીના પાવન પર્વે પાલનપુરના પથ્થર સડક પર આવેલા મોટા રામજી મંદિર ખાતે ભગવાન શ્રી રામની વિશેષ પુજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી. પૂજા-અર્ચના બાદ બપોરે ભગવાન શ્રી રામની વિશાળ શોભા યાત્રા યોજાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી આ શોભાયાત્રા પરંપરાગત રુટ પર પરિભ્રમણ કરી મોડી સાંજે નિજ મંદિરે પરત ફરી હતી. શોભાયાત્રામાં વિવિધ કરતબોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ના જન્મોત્સવ રામનવમીની શોભાયાત્રામાં હિન્દુ સંગઠનોના આગેવાનો સહિત ભક્તજનો મોટી સંખ્યામા જોડાયા હતા. રામલલ્લાની શોભાયાત્રાને પગલે સમગ્ર નગર ભગવાન રામમય બન્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.