પાલનપુર સિવિલ હોસ્પિટલમાં અધૂરા માસે જન્મેલા બાળકને 40 દિવસની સારવાર બાદ નવજાતને નવ જીવન મળ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તારના ભાઈલા ગામના રહીશ ડુગસીયા જુમિબેન જેઓને અધૂરા મહિને એટલે સાત મહિને પ્રાઇવેટ હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો હતો.પરતું પ્રાઇવેટ હોસ્પિટલમાં મધ્યમ વર્ગના પરિવારને મોંઘીદાટ સારવાર પોસાય એમ ના હોવાથી તેમને જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગત રોજ ના દિવસે એન.આઈ.સી.યુ ખાતે દાખલ કરાયું હતું. શરૂઆતના તબક્કામાં બાળકની પરિસ્થિતિ ગંભીર જણાતા ડોકટરોની સલાહ મુજબ તાત્કાલિક સી.પેપ મશીન પર રાખીને અધૂરા માસે ડિલેવરી થઇ હોવાથી એટલે કે સાત મહિને બાળકનું વજનમાં 800 ગ્રામ વજન હતું. બાળક અધૂરા મહિને જન્મેલ હોવાથી બાળકનો વિકાસ પુરતો થયો નહતો, તેથી શ્વાસ લેવામાં, માતાનું ધાવણ લેવામાં બાળકને ખુબ તકલીફ પડતી હતી. જેથી કરીને બાળકને સી-પેપ મશીન પર રાખવામાં આવ્યું હતું અને બાદમાં બાળકને નળી વડે ધાવણ આપવામાં આવતું હતુ. જે બાદ બાળકને વધુ સારવાર માટે ચેપના મોટા ઈન્જેકશનો ચાલુ કરવામાં આવ્યા હતા. અને બાળકને 5 દિવસ સુધી સી-પેપ મશીન પર રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકની તબિયત સુધારા પર આવતા બાળકને સાદા ઓક્સિજન પર રાખવામાં આવ્યું હતું. બાળકને 21 દિવસ દરમિયાન ચેપના ઇન્જેક્શનો આપ્યા હતા ત્યારબાદ ધીમે-ધીમે કાંગારું મધર કેર મારફતે બાળકને માતાનું ધાવણ શરુ કરવામાં આવ્યું હતું. અને બાળકનું શરૂઆતમાં વજન 800 ગ્રામથી વધીને 1 કિલો વજન થતાં 40 દિવસની લાંબી સારવાર બાદ તંદુરસ્ત સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.