હની ટ્રેપ નો ભોગ બનેલા રાજકીય આગેવાન એ કરી પોલીસ ફરિયાદ
પોલીસ તપાસ મા આરોપી યુવતી પર આગાઉ પણ થઈ ચૂકી છે પોલીસ ફરિયાદ: ધાનેરા પોલીસ મથક ગત રોજ એક રાજકીય આગેવાન એ પોતાના સાથે થયેલ બ્લેમેઇલ ને લઈ પોલીસ ફરિયાદ આપી છે. ધાનેરા તાલુકા મા કોંગ્રેસ ના રાજકીય આગેવાન તરીકે જાણીતા ઈસમ એક યુવતી ના સંપર્ક મા આવી જતા યુવતીએ એ પોતાની રંગીન વાતો માં ઈસમ ને ફસાવી આખરે મોટી રકમ પડાવવા માટે નું આયોજન કર્યું હતું.
જોકે આખરે ભોગ બનનાર ઈસમે ધાનેરા પોલીસ મથકે પહોંચી પોતાના સાથે બેનાલા બનાવ ને લઈ જાણ કરતા ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર એ.ટી પટેલ એ ગુના ની ગંભીરતા જોઈ હની ટ્રેન નો ગુનો દાખલ કર્યો છે. આ મામલે યુવતી તેના પિતા સાથે અન્ય બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.
પોલીસ તપાસ મા યુવતી અગાઉ પણ આ રીતે ના ગુના કરી ચૂકી હોવાની હકીકત પોલીસ ના ધ્યાને આવી છે. ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર એ ટી પટેલ એ જણાવ્યું હતું કે ધાનેરા જેવા વિસ્તાર મા વાતો મા ભોળવી પૈસા પડાવવા ના બનાવો બનતા હોય છે જો કે ઇસમો ઈજ્જત ના કારણે પોલીસ મથક સુધી આવતા નથી જો કે ગત રોજ બનેલી ફરિયાદ મા ફરિયાદી એ હિંમત દાખવી આવા ઇસમો ને ખુલ્લા પાડયા છે. ધાનેરા પોલીસ આના મૂળ સુધી જઈ સાચી હકીકત બહાર લાવશે
Tags complaint honey trap political