ડીસાના માલગઢ પાસેથી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકા પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને મળેલી ખાનગી બાતમીના આધારે ડીસા તાલુકાના માલગઢ ગામ પાસેથી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

ડીસા તાલુકા પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને ખાનગી રાહે મળતી બાતમી આધારે ડીસા તાલુકાના માલગઢ ખાતે આવેલ જીઈબી સબ સ્ટેશન પાસે એક શખ્સ પ્લાસ્ટિકના કટ્ટામાં દારૂનો જથ્થો લઈને ઊભો છે . જેમાં તાલુકા પોલીસની ટીમે ત્યાં જઈ રેડ કરી હતી અને સ્થળ ઉપર ઉભેલા ઈસમ પાસે રહેલ પ્લાસ્ટિકના કટ્ટાને ખોલીને ચેક કરતા અંદરથી દારૂની ૧૫ બોટલો મળી આવી હતી. જેમાં પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી મહેન્દ્રસિંહ વાઘેલા રહે.જાવળ,તા.ડીસાને ઝડપી પાડ્યો હતો અને તેની સામે પ્રોહિબિશન એકટ મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.