વડગામના માહી ના યુવક ના મોત મામલે નવો વળાંક : યુવકની હત્યા કરાયા ના ગંભીર આક્ષેપ
માહી ના યુવક ની હત્યા કરાયા ના ગંભીર આક્ષેપ સાથે એસ.પી. ને રજુઆત કરાતા ખળભળાટ
મૃતુક ની પત્ની સાથે ભાઈ ના આડા સંબંધ હોવાનું બહાર આવ્યું, પાનસો લોકો નું ટોળું એસ.પી.કચેરી એ રજુઆત કરી
વડગામ તાલુકાના માહી એપ્રોચ રોડ ઉપર ગત તા.૨૪ જૂન ની વહેલી સવારે એક મુસ્લિમ યુવક નો મૃત દેહ મળ્યો હતો.જોકે પરિવારે અકસ્માત નું જણાવી તાત્કાલિક દફન વિધિ કરી દીધી હતી.જ્યારે આ બનાવ માં મૃતુક યુવક નું અકસ્માત માં નહિ પણ હત્યા કરાયા ના આક્ષેપ સાથે માહી ગામ નો મુસ્લિમ સમાજે શનિવારે એસ.પી.ને રજુઆત કરી ગુનેગાર ને સજા કરવા માંગ કરી હતી.
વડગામ તાલુકાના માહી ગામે એક માસ પૂર્વે વહેલી સવારે એક યુવક નું શંકાસ્પદ હાલત માં મૃત દેહ મળ્યો હતો.જેને લઈ તેના ભાઈ તેમજ પત્ની એ અકસ્માત થયા નું જણાવી કોઈ પણ પ્રકાર ની પોલીસ ને જાણ કર્યા વિના દફન વિધિ કરી દેતા ગામ માં શંકા કુશંકા ઉભી થઇ હતી. જોકે મૃતુક નો ભાઈ હજ પઢવા મક્કા ગયો હોય કોઈ કાર્યવાહી થઈ નહતી મૃતુક નો ભાઈ અરમાન હજ પઢી પરત વતન આવી તપાસ કરતા ભાઈ ની હત્યા થયા નું જણાતા ગામ લોકો સાથે પાલનપુર એસ.પી. ને રજુઆત કરી સમગ્ર મામલે ન્યાયિક તપાસ કરી ગુનેગાર ને કડકમાં કડક સજા ની માંગ કરી રજુઆત કરી હતી. છેલ્લા એક માસ થી યુવક ના મોત ને લઈ અનેક તર્ક વિતર્ક સાથે લોકો માં અકસ્માત નહિ પણ હત્યા થયા ની ચર્ચાઈ જોર પકડતા આખરે યુવક ની કરપીણ હત્યા થયા ના ગંભીર આક્ષેપ થયા હતા. આ સમગ્ર મામલે તપાસ બાદ સત્ય બહાર આવશે.
મૃતુક ની પત્ની સાથે ભાઈ આડા સંબધ હોવાનો આક્ષેપ: માહી ગામ ના યુવક ના મોત માં ગ્રામજનો તેમજ આગેવાન અહમદ સોદાગરે ગંભીર આક્ષેપ કરી જણાવ્યું હતું કે મૃતુક ની પત્ની સાથે સગા ભાઈ ને આડા સંબધ હતા જેથી વચ્ચે થી કાંટો કાઢવા હત્યા કરી અકસ્માત માં ખપાવવા સાજીસ રચી હતી તેવી એસ.પી.કચેરી એ આવી આક્ષેપ કરી ન્યાયિક તપાસ કરવા માંગ કરી હતી.
સમગ્ર મામલે રાજકીય રંગ આપવા નો કારસો: માહી ના યુવક ના મોત ની ઘટના માં શનિવારે મુસ્લિમ સમાજ દ્રારા રાજકીય રંગ આપવા ની કોશિશ કરી એસ.પી.ને રજુઆત કરવા દરમિયાન વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમજ સાંસદ ગેનીબેન ઠાકોર ને પણ હાજર રાખતા અનેક તર્કવિતર્ક સામે આવ્યા હતા.
છેલ્લા એક માસ કોઈએ પોલીસ સંપર્ક કર્યો ન હતો : ગત ૨૪ જૂને યુવક નું મોત થયું હતુ જોકે મોત ને એક માસ વીતવા છતાં કોઈ એ પોલીસ નો સંપર્ક કર્યો ન હોવાનું પોલીસ સૂત્રો દ્રારા જાણવા મળે છે.જ્યારે સમગ્ર મામલે રાજકીય રંગ આપી છાપી પોલીસ ઉપર તપાસ બાબતે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.