ચંડીસરમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ પ્લાન્ટમાં મોકડ્રીલ યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના ચંડિસર ખાતે આવેલા HPCL હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ પ્લાન્ટમાં ઇમરજન્સી રિસ્પોન્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અચાનક આગ લાગવાથી ઉદ્ભવતી આપતકાલીન પરિસ્થિતિમાં કેવા પગલાં લેવામાં આવે છે તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

HPCL ચંડીસર ખાતે અચાનક આગ લાગે તો પ્લાન્ટ મેનેજમેન્ટ અને વહીવટી તંત્ર કેટલું સજાગ છે તેની ચકાસણી માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ મોકડ્રીલમાં 9 નંબરની ગેન્ટ્રી પર ટ્રક લોડિંગ વખતે અચાનક આગ લગતા ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, ટેકનીશિયન ટીમ સહિત સંબંધિત સ્ટાફ તાબડતોડ દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો.

ચંડીસર HPCL માં આગ લાગવા સહિતની કોઇપણ આકસ્મિક ઘટના ઘટે તો કેવી રીતે કાબુ મેળવીને જાનમાલને થતુ નુકશાન અટકાવી શકાય તેની પ્રત્યક્ષ મોકડ્રીલ મહિને એકવાર ઇનહાઉસ તથા દરવર્ષે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રુપને સાથે રાખીને યોજવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.