અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ભાદરવી પૂનમના મેળા અંતર્ગત બેઠક યોજાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

​​શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા.12-9-2024 થી 18-9-2024 સુધી ભાદરવી પૂનમ મહામેળો યોજાનાર છે. રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના સયુક્ત ઉપક્રમે ભાદરવી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલના સીધા માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ વિવિધ જિલ્લા કક્ષાની સમિતિઓ બનાવવામાં આવી છે.

આ બેઠકમાં આગામી ભાદરવી પૂનમના મહામેળાને અનુલક્ષીને યાત્રીલક્ષી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જેમાં પાર્કિંગ, ભોજન, સફાઈ, હંગામી બસ સ્ટેન્ડ જેવી બાબતો ઉપર વિગતવાર ચર્ચા કરી આયોજન હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું. બેઠકના અંતે અંબાજી થી દાંતા, હડાદ, ગબ્બરના માર્ગો પર સમગ્ર ટીમ સાથે રૂબરૂ સ્થળ મુલાકાત કરી જરૂરી વ્યવસ્થાઓ અને દિશાનિર્દેશ કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.