ડીસા ખાતે પીએમ આવાસ યોજનાના વર્ચ્યુઅલ કાર્યક્રમને લઈને થરાદ એપીએમસીમાં બેઠક યોજાઈ
10 ફેબ્રુઆરી ના રોજ ડીસા ખાતે આગામી તા.10મી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પીએમ આવાસ યોજનાની વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાનાર છે. બનાસકાંઠા જિલ્લામાંથી વધુમાં વધુ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે તેના આગોતરૂ આયોજન માટે થરાદ એપીએમસી ખાતે સાંસદ પરબતભાઈ પટેલ,ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.
જે બેઠકમાં જિલ્લાના મહામંત્રી કનુભાઈ વ્યાસ દ્વારા ડીસા ખાતેના કાર્યક્રમને લઈને તમામ કાર્યકરોને તેમજ પદાધિકારીઓને માહિતગાર કર્યા હતા.થરાદ ખાતેની બેઠકમાં પ્રભારી,મણીબેન, જીવરાજભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, ઉમજીબા, રુપશીભાઈ પટેલ,ઉમેદભાઈ પરમાર, પ્રતાપભાઈ સોની, મહિલા મોરચો સહિત તમામ મોરચાના અગ્રણીઓ તેમજ સદસ્યો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા.