ડીસાના કાંટ ગામે UGVCLની ટીમ અને ગ્રામજનોની બેઠક યોજાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના કાંટ ગામે આજે યુજીવીસીએલ અને ગામના આગેવાનોની અગત્યની બેઠક યોજાઇ હતી. જેમાં ગામને જિલ્લાનું સૌપ્રથમ સોલર એનર્જી આધારિત વીજળી મામલે આત્મનિર્ભર ગામ બનાવવા માટે ચર્ચા વિચારણા થઈ હતી.સરકાર દ્વારા અત્યારે ગ્રીન એનર્જી મામલે સમગ્ર દેશમાં અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત યુજીવીસીએલના અધિકારીઓ દ્વારા પણ ગામેગામ જઇ દરેક ઘર પર સોલર પેનલ લાગે અને તે ઘર વીજળી મામલે આત્મનિર્ભર બને તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે. જે અંતર્ગત આજે ડીસા તાલુકાના કાંટ ગામે પણ યુજીવીસીએલના અધિકારીઓ અને ગામના આગેવાનોની બેઠક યોજાઇ હતી. અધિકારીઓએ સરકાર દ્વારા સોલર પેનલ રૂફ ટોપ યોજના અંગે ખેડૂતો અને ગ્રામજનોને વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ સોલર પેનલથી ગ્રીન એનર્જી ઉત્પન્ન કરી પર્યાવરણ અને દેશના વિકાસમાં પણ ફાયદો થઈ શકે છે તે માટે વિસ્તૃત જાણકારી આપી હતી.


આ અંગે ગામના સરપંચ હિતેશભાઈ ચૌધરી અને આગેવાન હરજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકારે ગ્રીન એનર્જી માટેની મુહીમ શરૂ કરી છે. તેના માટે આજે અમારા ગામમાં પણ યુજીવીસીએલના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં કઈ રીતે આ પેનલ લગાવી શકાય છે, કેટલો ખર્ચ આવે છે, તેનાથી કેટલો ફાયદો થાય છે અને સોલર પેનલ લગાવ્યા બાદ ગામમાં પર્યાવરણની સાથે સાથે લોકોને આર્થિક પણ મોટો ફાયદો થાય છે તે માટે સંપૂર્ણ માહિતી આપી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, ગામમાં કેટલાક લોકોએ બે વર્ષ અગાઉ જે સોલર પેનલ લગાવી હતી. તે લોકોને બે વર્ષ સુધીમાં સોલર પેનલ લગાવવાનો ખર્ચ પણ નીકળી ગયો છે અને હવે દર વર્ષે વીજ બિલની બચતની સાથે સાથે પૈસા પણ મળે છે. જેથી અમારા ગામને બનાસકાંઠા અને ગુજરાતનું સૌપ્રથમ સોલર પેનલ આધારિત ગ્રીન એનર્જી ઉત્પન્ન કરતું અને વીજળી મામલે આત્મનિર્ભર ગામ બનાવવા માટે અમે કટિબદ્ધતા દર્શાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.