પાલનપુર બસ પોર્ટ પાસેથી ચોરીના 2 બાઇક સાથે એક શખ્સ ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે બાતમી ના આધારે ન્યુ એસ.ટી. બસપોર્ટ પાસેથી ચોરી થયેલા બે બાઈકો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. પશ્ચિમ પોલીસે રાજસ્થાનના ઈસમની અટકાયત કરી અન્ય જગ્યાએ કોઈ બાઈકો તેમજ અન્ય ચીજ વસ્તુઓની ચોરી કરી છે કે કેમ તે દિશામાં તપાસ કરી છે.

અગાઉ પાલનપુર નવા બસપોર્ટ ખાતેથી બે બાઇકની ચોરી થયેલી હતી. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સંયુક્ત ખાનગી બાતમીના આધારે પાલનપુર નવા બસ પોર્ટમાં સ્થાનિક દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરાની મદદથી શંકાસ્પદ ઈસમ પોલીસને મળી આવતા પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી. ઇસમ જોડેથી બાઈકના કોઈ પુરાવા ન મળતા પોલીસે તેની પાસેથી કુલ બે બાઈકો સાથે મુદ્દામાલ કબજે લઈ બાઈક ચોરી કરનાર ઇસમ વિક્રમભાઈ નાનાભાઈ ગમાર રહે, સરલી.કોટડા ઉદેપુર રાજસ્થાન વાળાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.