ગોઢા ફાટક પાસે ટ્રેન નીચે પડતું મૂકી વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા-થરાદ હાઇવે ઉપર ગોઢા રેલવે ફાટક ઉપર ટ્રેન આવવાની હોવાથી ફાટક બંધ હતી અને ટ્રેન પ્રસાર થઈ રહી હતી. ત્યારે ગોઢા સાઈડ ઉભેલા એક 45 વર્ષીય વ્યક્તિ અચાનક દોડીને રેલવે નીચે પડતું મૂક્યું હતું. ટ્રેન નીચે આવી જતા યુવકના કપાઈને બે ટુકડા થઈ જતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.ગોઢા ફાટક પાસે આત્મહત્યા કરી હોવાની માહિતી મળતા જ રેલવે પોલીસ અને ભીલડી પોલીસની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી. જ્યાં પ્રાથમિક તપાસ કરતા મૃતક રાજસ્થાનના બાડમેર પાસે બાવરાળા ગામનો 45 વર્ષીય હીરાભાઈ કાળુભાઇ ઠાકોર અને ખેતરમાં ભાગીયા તરીકે મજૂરી કરી પેટિયું રળતો શ્રમજીવી હોવાનું જાણવા મળ્યું હતું. જેને કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. જેથી ભીલડી પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વાલિવારસોને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.