ધાનેરામાં સોસાયટીમાં પાર્ક કરેલું બાઇક લઈ એક શખ્સ ફરાર

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ઘરની આગળ પડેલ બાઈકની રાત્રી દરમિયાન અજાણ્યા ઇસમેં ઉઠાતરી કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઘર બહાર લગાવેલ સમગ્ર ઘટના cctvમાં કેદ થઈ હતી. ધાનેરા પોલીસે cctvફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.બનાસકાંઠા જિલ્લા ચોરીના બનાવો સામે આવી છે. જેમાં ગઈ રાત્રે ધાનેરામાં ઘર આગળથી બાઈકની ચોરી થઈ છે. ધાનેરાના શ્રીરામ સોસાયટીમાં ગઇરાત્રિના દિનેશભાઈ પોતાનું બાઈક ઘરની બહાર મૂકેલ હતું. જોકે વહેલી સવારે બાઈક ન જોવા મળતા નિજીકમાં કન્યા છાત્રાલયમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં જોતા રાત્રિના સમયે એક ઇસમ બાઈક જોડે આવી બાઈકનું લોક તોડી ત્યાંથી લઈ ફરાર થાય છે.

 

દિનેશભાઈ સમગ્ર ઘટનાને લઇ પોલીસને જાણ કરતા પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની તપાસ હાથ ધરી છે.મહત્વનું છે કે, બે દિવસ અગાઉ વાવના તડાવ ગામે એક એગ્રોની દુકાનમાં રાત્રી સમય ચાર બુકાનીધારી ઇસમોએ દુકાન અંદર પ્રવેશી રોકડ રકમ સહીત ચાંદીના અને સોનાના દાગીના 71 લાખના મુદ્દા માલની ચોરી કરી ત્યાંથી પલાયાન થઇ ગયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.