દીઓદર વિધાનસભા મત વિસ્તારના રાજકિય લેખા જોખાં ઉપર એક નજર

ચૂંટણી 2022
ચૂંટણી 2022

(રખેવાળ ન્યૂઝ)દિયોદર,  દેશમાં આઝાદી બાદ અસ્તીત્વમાં આવેલ વિધાનસભાઓમાં બનાસકાંઠા જિલ્લાની દીઓદર વિધાનસભા સીટનો સમાવેશ થાય છે આ સીટના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો ૧૯૬ર માં પ્રથમવખત અહીં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ પૂર્વે દીઓદર અને કાંકરેજની સંયુક્ત સીટ હતી આ સંયુક્ત સીટમાં યોજાયેલ ૧૯પ૭ની વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ ના ઉમેદવાર શાંતિલાલ સ્વરૂપચંદભાઈ શાહને ૧૩૬૦૮ મત મળ્યાં હતાં,જ્યારે તેમના પ્રતિસ્પર્ધી રાયમલજી અદરજી જાદવને ૯૬૬૮ મતો મળતાં શાંતિલાલ શાહ કાંકરેજ સંયુક્ત સીટના ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા હતાં

ત્યારબાદ ૧૯૬રમાં દીઓદર વિધાનસભા અલગ અસ્તીત્વમાં આવતાં કોંગ્રેસના ઉમેદવાર ગુમાનસિંહજી વિરમસિંહજી વાઘેલાને ર૭૪ર૯ મતો મળ્યાં હતાં,જ્યારે તેમના પ્રતિસ્પર્ધી સ્વતંત્ર પક્ષના રવતાણી જમાલજી રામસીજીને માત્ર ૭૭૬૯ મતો મળતાં કોંગ્રેસનાં ગુમાનસિંહનો ભવ્ય વિજય થયો હતો..

છેલ્લી ચુંટણી ર૦૧૭ માં યોજાઇ હતી જેમાં દીઓદરના ધારાસભ્ય તરીકે આંજણા કેળવણી મંડળના પ્રમુખ અને કોંગ્રેસના ઉમેદવાર શીવાભાઈ અમરાભાઈ ભુરીયાને ૮૦,૪૩ર મતો મળ્યા હતા,જ્યારે ભાજપનાં પૂર્વ મંત્રી કેશાજી શીવાજી ચૌહાણને ૭૯૪૬૦ મતો મળતાં શિવાભા નો ૯૭૨ મતોથી વિજય થયો હતો આ ચૂંટણીમાં પોસ્ટલ મતો શીવાભાઈ ભુરીયાને ૮૩૩ જ્યારે કેશાજી ચૌહાણને ૪૧૩ જેટલાં મળ્યાં હતાં.અન્ય બે ઉમેદવારો માં હીરાભાઈ પી.વાઘેલા ને ર૦૪૯, જીવણભાઈ કે.જાેષી ને ૧૯૬૭ તેમજ ર૯૮૮ મતદાતાઓએ નાટોમાં મત આપ્યો હતો..તેથી દિયોદરમાં આ વખતે મતદાતાઓ કોનું નસીબ ચમકાવે છે તે જોવું રસપ્રદ રહેશે..૨૦૨૨ ની આ વખતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણનું નામ જાહેર થયેલ છે. જ્યારે આપના ઉમેદવાર તરીકે ભેમાભાઈ ચૌધરીને ટીકીટ મળી છે.જોકે કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારના નામની જાહેરાત કરી નથી,તેથી કોંગ્રેસ ભાજપના ઠાકોર નેતા કેશાજી ચૌહાણ સામે સીટીંગ ધારાસભ્યને રિપીટ કરે છે કે કોઈ અન્યને મેદાનમાં ઉતારે છે તે હજુ સ્પષ્ટ નથી..

ર૦રર માં દીઓદર વિભાનસભામાં કુલ ર,પ૩,૧૬૨ મતદારો નોંધાયેલા છે. જેમાં ૧, ૩૩,૦૧૩ પુરૂષ, ૧ર૦૪૮ સ્ત્રી મતદારો છે. દીઓદર વિધાનસભા મતવિસ્તારમાં કુલ ર૬પ બુથ આવેલા છે જેમાં દીઓદર માં ૧૩૭, લાખણી માં ૯૪,ભીલડી માં ૩૪ બુથ પર મતદાન યોજાશે. તેમજ આ મત વિસ્તારમાં દીઓદર તાલુકાનાં ૩૬, લાખણી તાલુકા નાં ૪ર, ડીસા તાલુકાનાં ૧૮ ગામોનો સમાવેશ થાય છે.
આમ ૧૯૬ર થી અમલમાં આવેલ હાલની ૧૪, દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં અત્યાર સુધીમાં (ગુમાનસિંહજી વાઘેલા-૩ વખત, ગુલાબસિંહજી વાઘેલા-૧ ,માનસિંહજી વાઘેલા-૧) , ઠાકોર સમાજના લીલાધરભાઈ વાઘેલા-ર વખત જ્યારે કેશાજી ચૌહાણ -૧ વખત ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે.આ ઉપરાંત ચૌધરી સમાજનાં કાળુભાઈ તરક, ભેમાભાઈ પટેલ-ર વખત જ્યારે શીવાભાઈ ભુરીયા-૧ વાર ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા છે. તેમજ ઈતર સમાજમાંથી અનીલભાઈ માળી અને શાંતિલાલ શાહ એક એક વખત દિયોદર ચૂંટણી જંગ જીતી ચૂક્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.