અમીરગઢની સરકારી વિનયન કૉલેજ ખાતે કબડ્ડી સ્પર્ધા યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢની સરકારી વિનયન કોલેજ ખાતે આઝાદી કા અમૂર્ત મહોત્સવ અને ફિટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મિશ્ર મુકાબલામાં સી 3 ટીમ વિજેતા બની હતી. કૉલેજના આચાર્ય તેમજ તમામ સ્ટાફગણ હાજર રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.


અમીરગઢમાં સરકારી વિનયન કૉલેજ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અને ફીટ ઈન્ડિયા કાર્યક્રમ અંતર્ગત કબડ્ડીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો. સૌપ્રથમ ટીમ એ સેમ 3 અને ટીમ બી સેમ 1 વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ટીમ એ સેમ 3 વિજેતા બની હતી. ત્યારબાદ ટીમ સી સેમ 3 અને ટીમ ડી સેમ 3-5 મિશ્ર વચ્ચેના મુકાબલામાં ટીમ સી સેમ 3 વિજેતા બની હતી. સ્પર્ધાની ફાઇનલ રમત ટીમ સેમ 3 અને ટીમ સી સેમ 3 વચ્ચે રમાઈ હતી. જેમાં ટીમ સી સેમ 3 વિજેતા બની હતી. સ્પર્ધામાં કૉલેજના આચાર્ય ડો. એન. કે. સોનારા ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.