કિશોરીની છેડતીના કેસમાં જામીન પર છૂટીને આવેલા પત્રકાર પર ફરી હુમલા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેરમાં ૧૪ વર્ષની કિશોરીની યુ ટયુબ ચેનલના પત્રકારે પોતાની ઓફિસમાં બોલાવી છેડતી કરતા પોલીસ ફરિયાદ થઈ હતી. જે કેસમાં બે દિવસ અગાઉ જ જામીન પર છૂટીને આવેલા પત્રકારને બુધવારે ફરીથી ચાર યુવકોએ ડીસા કોર્ટ આગળ જ જાહેરમાં હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.જે મારપીટનો લાઇવ વિડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. ડીસામાં કે એસ ન્યુઝ ચેનલ નામની યુ ટ્યુબ ચેનલ ચલાવતા  ખેતાજી સોનાજી માળી ( રહે, ચંદાજી ગોળીયા, તા. ડીસા) એ પોતાની ઓફિસમાં ૧૪ વર્ષની કિશોરીની છેડતી કરતા કિશોરીના પરિવારજનોએ તેની મારજુડ કરી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં પોલીસે તેની ધરપકડ કરી સબ જેલમાં મોકલ્યો હતો. જેમાં બે દિવસ અગાઉ જ ખેતાજી માળીનો જામીન પર છુટકારો થયો હતો. ત્યારબાદ બુધવારે બપોરે ખેતાજી માળી કોર્ટનું કામકાજ પતાવી કોર્ટમાંથી બહાર નીકળ્યો ત્યારે બાઈક પર આવેલા ચાર યુવકોએ ખેતાજીની કાર પર હુમલો કરી કારમાં જ લોહી લુહાણ કર્યા હતા. આ બનાવથી ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ જતા હુમલાખોરો બાઈક પર નાસી છૂટ્યા હતા.જ્યારે ખેતાજી માળીને
૧૦૮ મોબાઈલ વાનમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. હુમલાનો લાઇવ વિડિયો પણ સોશિયલ મીડિયામાં તુરંત જ ફરતો થતા લોકોમાં પણ કુતુહુલ સર્જાયું હતું. જે અંગે ખેતાજીએ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ
ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.