ડીસા ખાતે રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર અને આઈ.ટી.આઈ, ડીસાના સંયુક્ત ઉપક્રમે ડીસા ખાતે રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ત્રણ અગ્રણી કંપનીઓ – મિત્સુબિસી ઇલેક્ટ્રિક ઇન્ડિયા પ્રા.લિ., ઉમેકો પંપ્સ એન્ડ મોટર્સ પ્રા.લિ. અને વૈષ્ણોદેવી રિફાઇલર્સ એન્ડ સોલવેન્ટ્સ પ્રા.લિ. – એ ભાગ લીધો હતો. આ કંપનીઓએ વિવિધ ક્ષેત્રોમાં રોજગારની તકો ઉપલબ્ધ કરાવી હતી.
જિલ્લાના ૭૬ રોજગાર શોધનારાઓએ આ મેળામાં ભાગ લીધો હતો. જેમાંથી ૫૫ ઉમેદવારોને ઇન્ટરવ્યુ દરમિયાન નોકરીની ઓફર મળી હતી. આ ઉપરાંત, ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે RIASEC ટેસ્ટ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં કેરિયર કાઉન્સિલર નિમિષા પરમાર અને ગોકુલભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ પછીના અભ્યાસક્રમો અને કારકિર્દીના વિકલ્પો વિશે માહિતી આપવામાં આવી હતી.
Tags guidance job Recruitment