પાલનપુર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની વિશાળ રેલી યોજવામાં આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 1 લી ઓગષ્ટ-2023 થી તા. 7 ઓગષ્ટ-2023 દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત પાલનપુર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની વિશાળ રેલી યોજાઇ હતી. પાલનપુર સીવીલ હોસ્પિટલ ખાતેથી નગરપાલિકાના પ્રમુખ કિરણબેન દેવન્દ્રભાઇ રાવલ અને પાલનપુર પ્રાંત અધિકારી પી. સી. દવેએ લીલીઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. જે રેલી શહેરના વિવિધ રૂટ પર ફરીને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે સભાના સ્વરૂપમાં ફેરવાઇ હતી. ડી.આર.ડી.એ.ના સભાખંડમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. આઇ. શેખની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મહિલા સેલ્ફ ડિફેન્સ અંગે નાટક રજૂ કરવામાં આવ્યું હતું.નારીશક્તિ માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઊભું કરવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલ આ રેલીમાં ર્ડાક્ટર, નર્સ, પોલીસ, એન.સી.સી. 35 બટાલિયન, 181 મહિલા હેલ્પલાઇન સહિત શહેરની મહિલાઓ અને યુવતીઓ જોડાઇ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા તા. 1 લી ઓગષ્ટના રોજ મહિલા સુરક્ષા દિવસ, તા. 2 જી ઓગષ્ટના રોજ બેટી બચાવો બેટી પઢાઓ તા. 3 જી ઓગષ્ટના રોજ મહિલા સ્વાવલંબન દિવસ તા. 4 થી ઓગષ્ટના રોજ મહિલા નેતૃત્વ દિવસ, તા. 5 મી ઓગષ્ટના રોજ મહિલા કર્મયોગી દિવસ, 6 ઠી ઓગષ્ટના રોજ મહિલા કલ્યાણ દિવસ તા. 7 મી ઓગષ્ટના રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસ ની ઉજવણી કરાશે. જેમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ સહભાગી બનશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.